Showing posts with label cacer. Show all posts
Showing posts with label cacer. Show all posts

*કેન્સરના ભરડામાં ગુજરાત,દેશમાં બન્યું નંબર 1,આ છે મુખ્ય બે કારણો*



*કેન્સરના ભરડામાં ગુજરાત,દેશમાં બન્યું નંબર 1,આ છે મુખ્ય બે કારણો*

*કેન્સરના ભરડામાં ગુજરાત,દેશમાં બન્યું નંબર 1,આ છે મુખ્ય બે કારણો*


જે એસ સંધુએ સમિતિ.
================
             ( ૧. ) ખેતરોમાં બેફામ 6200 ટન જંતુનાશકો, 4 હજાર ટન ફૂગનાશકો, બિયારણને પટ અપાતી દવાઓ અને ખડનાશકો મળીને 10 હજાર ટન જંતુનાશકોનો વપરાશ થાય છે; તથા (૨.) 182200 હેક્ટરમાં 407060 ટન તમાકુ ઉત્પન્ન કરીને બનાવવામાં આવતા બિડી અને સિગારેટ, ગુટખાના કારણે જનતા માં કેન્સર વધી રહ્યું છે.

      104 જંતુનાશકોની સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે પિટિશન દાખલ કરનારા "જે.એસ. સંધુએ સમિતિ" સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું હતું. 

          સરકારે માત્ર 18 જંતુનાશકો પર પ્રતિબંધ મૂક્યો હોવાથી એમ કહી શકાય કે આ સમિતિએ પણ માત્ર 18 જ ગણ્યા હતા.

                 કૃષિ માં બધા જંતુનાશકોનો વિકલ્પ હિંગ, તમાકુ, કિડામારી, ગૌ મૂત્ર છે.
     પણ ગુજરાતમાં કૃષિમાં જંતુનાશકો છાંટવામા આવતાં હોવાથી રોજ 100 લોકોના સીધા કે આડકતરી રીતે મોત કેન્સરથી થઈ રહ્યાં છે. ગુજરાતમાં 3 વર્ષમાં કેન્સરના 2 લાખ દર્દી શોધાયા છે. 2018માં 66 હજાર દર્દી કેન્સરના હતા. 2020માં 70 હજાર થયા છે. 2024માં ગુજરાતમાં 1 લાખ દર્દી કેન્સરના હશે. તેના માટે ખેતરોમાં પાક પર આવતાં જંતુઓના નાશ, ફુગના નાશ માટે અને ખડના નાશ વરાતી 104 દવાઓ જવાબદાર છે.

ડાયાબીટીશ, હ્રદયરોગમાં ભારતભરમાં ગુજરાતના સૌથી વધું દર્દી હતા. હવે ભારતમાં વસતી પ્રમાણે ગુજરાતમાં સૌથી વધું દર્દીઓ કેન્સર ના આવી રહ્યા છે. પંજાબને પછાડીને ગુજરાત કેન્સરમાં નંબર એક પર આવી ગયું છે. જેમાં સ્તન કેન્સર 30 ટકા અને મોઢાના 36 ટકા દર્દી છે. જે જંતુનાશકો અને તમાકુના કારણે છે.

                  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ જંતુનાશકોને ઝેરની શ્રેણી 'ક્લાસ-1બી'માં સામેલ કરી છે. આમ છતાં, કેન્દ્ર સરકારે જે 18 જંતુનાશકો પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં #મોનોક્રોટોફોસ જંતુનાશકનો સમાવેશ થતો નથી. ભારતમાં કુલ 104 જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ અન્ય દેશોમાં તેના પર પ્રતિબંધ છે. (27 અન્ય જંતુનાશકોની સમીક્ષા હવે કરવામાં આવશે.)
      #મોનોક્રોટોફોસ નામના જંતુનાશકના કારણે હજારો લોકોના મોત થયા છે. ચીન 13 કિલો, અમેરિકા 2.50 કિલો, કેનેડા 2.5 કિલો અને ભારત 250 ગ્રામ પ્રમાણે એક હેક્ટરે જંતુનાશક દવા છાંટે છે.

    મહારાષ્ટ્ર 13496 મેટ્રીક ટન જંતુનાશક વાપરે છે. ઉત્તર પ્રદેશ 11500 ટન, ગુજરાતમાં 6211 ટન જંતુનાશક વપરાય છે, પંજાબ 5200 ટન જંતુનાશક વાપરે છે. 27 મોટા કારખાનાઓમાં મહિને 21 હજાર ટન જંતુનાશક દવા ભારતમાં બનાવે છે. દેશમાં પ્રતિવર્ષ 2 લાખ ટન જંતુનાશક દવા બને છે. છૂપી રીતે પણ એટલી જ બનાવવામાં આવે છે.અને
ભારત દર મહિને 8 લાખ ટન કેમિકલ પેદા કરે છે.     
     
      ભારતનો જંતુનાશક અધિનિયમ 1968 આ રસાયણોની ખતરનાક અસરો સામે રક્ષણ આપતો નથી. તીવ્ર ઝેરના કારણે કૃષિ કામદારો અને ખેડૂતોના વ્યાપક મૃત્યુ થાય છે. હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.ખોરાકમાં પ્રતિબંધિત જંતુનાશક અવશેષો આવી રહ્યાં છે. નકલી કે ખોટા બ્રાન્ડેડ #રાસાયણિક #જંતુનાશકો ને જૈવિક જંતુનાશકો તરીકે વેચવામાં આવે છે. ઝેરના કારણે પક્ષીઓ, વન્યજીવોના મૃત્યુ, પાણીમાં માછલીઓના મોત થઈ રહ્યા છે.
*કેન્સરના ભરડામાં ગુજરાત,દેશમાં બન્યું નંબર 1,આ છે મુખ્ય બે કારણો*


     સરેરાશ ભારતીય સ્વાદિષ્ટ ખોરાક સાથે તેના દૈનિક આહારમાં 0.27 મિલિગ્રામ ડીડીટીનું સેવન કરે છે, પરિણામે સરેરાશ ભારતીયના શરીરની પેશીઓમાં સંચિત ડીડીટી સ્તર 12.8 થી 31 પીપીએમ છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.
         જંતુનાશકનું સ્તર ઘઉંમાં 1.6 થી 17.4 પીપીએમ, ચોખામાં 0.8 થી 16.4 પીપીએમ, કઠોળમાં 2.9 થી 16.9 પીપીએમ, મગફળીમાં 3.0 થી 19.1 પીપીએમ, લીલા શાકભાજીમાં 5.00 અને બટાટામાં 68.5 પીપીએમ જોવા મળે છે.
         ગુજરાતમાં 4.8 થી 6.3 પીપીએમ સુધી ડેરીઓ દ્વારા દૂધના 90 ટકા નમૂનાઓમાં #ડીલડ્રીન મળી આવ્યું હતું.
    
         ખેતીમાં રાસાયણિક ઝેરના ઉપયોગથી નદીઓના પાણી પણ ઝેરી બની ગયા છે. તળાવોના પીવાના પાણીમાં 0.02 થી 0.20 ppm સુધીના જંતુનાશકો મળી આવ્યા છે.
        
         NCRB ડેટા કહે છે કે 2019 માં ભારતમાં જંતુનાશકો (આત્મહત્યા અને આકસ્મિક વપરાશ દ્વારા ) ને કારણે 31,026 લોકો મૃત્યુ પામ્યા હતા.
       
       જંતુનાશકોની લાંબા ગાળાની અસરો ઉમેરીએ, તો સંખ્યા લાખોમાં હશે. ભારતમાં હજુ પણ એવી ઘણી જંતુનાશકો છે જેના પર તેમની ખતરનાક અસરોને કારણે અન્ય ઘણા દેશો દ્વારા પ્રતિબંધિત કરી છે પણ ભારતમાં તે બેરોકટોક વેચાય છે.

         ખેતરમાં જંતુઓના વ્યવસ્થાપનને બદલે જીવાતોને મારવા પર ઘણો ભાર મૂકે છે. DDT, BHC, Aldran, Closaden, Adrene, Methyl Parathion,Toxaphene, Heptachlor અને Lindane જેવા વિશ્વભરમાં પ્રતિબંધિત એવા રસાયણોનો જંતુનાશકો દ્વારા ગુજરાતના લોકો ઉપયોગ કરે છે.
   
       2018 અને 2020માં 18 જંતુનાશકો પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં બેનોમિલ, કાર્બારીલ, ડાયઝીનોન, ફેનારીમોલ, ફેન્થિઓન, લિન્યુરોન, મેથોક્સી એથિલ મર્ક્યુરી ક્લોરાઇડ, મિથાઈલ પેરાથિઓન, સોડિયમ સાયનાઈડ, થિયોમોટોન, ટ્રાઈડેમોર્ફિલ, એલેક્લોર, ડિક્લોરવોસ, ફોરેટ, ફોસ્ફેમિડોન, ટ્રાયઝોફોસ છે. બિયારણને પટ આપવા માટે જંતુનાશક દવાઓ થિરમ, કેપ્ટાન, ડેલ્ટામેથ્રિન અ કાર્બેન્ડિઝમનો સમાવેશ થાય છે જેને પણ આ યાદીમાં સમાવી લેવામાં આવ્યા છે. આમ કુલ 27 જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ છે.

       વપરાતા જંતુનાશકો માહે એસેફેટ, અલ્ટ્રાઝિન, બેનફેકાર્બ, બ્યુટાક્લોર, કેપ્ટન, કાર્બેડેન્ઝાઇમ, કાર્બોફ્યુરાન, ક્લોરપાયરીફોસ, 2.4-ડી, ડેલ્ટામેથ્રિન, ડીકોફોલ, ડાયમેથોટ, ડીનોકેપ, ડાયરોન, મેલાથીઓન, મેન્કોઝેબ, મેથોમીલ, મોનોક્રોટોફોસ, ઓક્સીફ્લોરોન, પેનફોલોન, પેનફોલ, મેથોલોફોસ, થેલોફોન, થેલોફોન. , થીરામ, ઝીનેબ અને ઝીરામ (એસ્ફેટ), અલ્ટ્રાઝિન, બેનફારાકાર્બ, બ્યુટાચલોર, કેપ્ટન, કાર્બેન્ડેન્ઝીમ, કાર્બોફ્યુરાન, ક્લોરપાયરીફોસ, 2.4-ડી, ડેલ્ટામેથ્રિન, ડીકોફોલ, ડીમેથોટ, ડીનોકેપ, ડાયરોન, માલાથિઓન, મેન્કોઝેબ, મિથોમિલ, #મોનોક્રોટોફોસ, પોક્સીફ્લુઓન, સ્યુફ્લ્યુફોન, મેન્કોઝેબ, સ્યુલ્ફ્યુલિન, મેક, ઓક્સિજન , થીરામ, જીનેબ અને ગાયરામ.
અનુપમ વર્મા સમિતિએ 66 જંતુનાશકોની સમીક્ષા કરી.
          અને તેમાંથી 18 જંતુનાશકો પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી.આ 66 જંતુનાશકો એવા છે કે જે વિદેશમાં પ્રતિબંધીત છે. પણ ભારતમાં વપરાય છે. 
27 અન્ય જંતુનાશકોની સમીક્ષા હવે કરવામાં આવશે.
               #મોનોક્રોટોફોસ નામના જંતુનાશકના કારણે હજારો લોકોના મોત થયા છે. બિહારના છપરા જિલ્લાની એક શાળામાં 2013ના રોજ મધ્યાહન ભોજન લીધા બાદ 23 બાળકોના મૃત્યુ માટે આ જ જંતુનાશકને જવાબદાર ગણવામાં આવ્યું હતું.

          5 ટકા જંતુઓ, ફૂગ અને રોગ પેદા કરતા બેક્ટેરિયા ખતરનાક રસાયણોની અસરોથી બચી જાય છે. પ્રતિરક્ષા પ્રાપ્ત કરે છે. આવા પ્રતિકારક જંતુઓ ધીમે ધીમે તેમની પોતાની ક્ષમતાની નવી પેઢીઓને જન્મ આપે છે. તેને જંતુનાશકોની અસર થતી નથી.તેથી તેના મારવા માટે વધુ ને વધુ ઝેરીલા શક્તિશાળી રસાયણો બનાવવા પડે છે.
 
     ખેતરમાં ઉગાડતા દરેક ટામેટાં, બટાકા, સફરજન, નારંગી, ચીકુ, ઘઉં, ડાંગર અને દ્રાક્ષ જેવી ખાદ્ય ચીજો પર આ ઝેરી રસાયણોનો છંટકાવ કરાય છે. આ ઘાતક તત્વો ફળો અને શાકભાજી અને તેના બીજમાં પ્રવેશ કરે છે. જે લોકો ખાય છે.આ ઝેર આપણા શરીરમાંથી પરસેવા, શ્વાસ, મળ કે પેશાબ દ્વારા બહાર નથી આવતું પરંતુ શરીરના કોષોમાં ફેલાઈને અસાધ્ય રોગો અને વિવિધ પ્રકારના કેન્સરને જન્મ આપે છે.

    ફક્ત થોડા પ્રમાણમા નીંદણ નાશક કોઈ પીવે તો પણ પીડાદાયક મૃત્યુ થાય છે આવી તેમની અસર હોય છે.

     આવા ઝેરનું સેવન કરવાથી માથાનો દુખાવો, ત્વચાની સમસ્યા, અલ્સર અને પછી કેન્સર થાય છે. રાજ્યોમાં, આ જંતુનાશકો એ લાખો લોકોને કાયમ માટે બીમાર બનાવ્યા છે. જેમાંથી મોટાભાગના લોકો ઉબકા, ઝાડા, અસ્થમા, સાઇનસ, એલર્જી, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો અને મોતિયાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

          નવજાત બાળકોને સ્તનપાન દ્વારા જંતુનાશક રસાયણોના ઝેરી પદાર્થોનું સેવન કરાવે છે. જેના કારણે બાળકોમાં શારીરિક વિકલાંગતાના કાયમી લક્ષણો જોવા મળે છે. 

    ઉપરાંત આ પ્રદૂષણને કારણે મહિલાઓમાં સ્તન કેન્સર વધી રહ્યું છે. ગર્ભાશય અને માસિક ધર્મની નિયમિતતા પર વિપરીત અસર થઈ રહી છે. પુરુષોની પ્રજનન ક્ષમતા સતત ઘટી રહી છે.

     જંતુનાશકો ના કારણે ભારતમાં ગીધની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો થયો છે.

       મોટાભાગની દવા કંપનીઓ અમેરિકા સાથે જોડાયેલી છે. જેમાં ડુપાન, અપજોન, ફાઇઝર અને લુબ્રિઝોલ. ડ્યુપોન અને તેની પેટાકંપનીઓ રોજ 17.5 મિલિયન પાઉન્ડ પ્રદૂષકો બજારમાં છોડે છે. જેના ઉપયોગથી હવે 4 લાખ લોકો ત્વચાના કેન્સરથી પ્રભાવિત થશે અને મોતિયાના કેસોમાં 1.5 કરોડનો વધારો થશે.

      તેનાથી પાકને પણ ભારે નુકસાન થાય છે.આમ રાસાયણિક જંતુનાશકો માનવ જીવન અને પ્રકૃતિને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે.

        યુનિયન કાર્બાઈડે કંપની એ ભોપાલમાં જંતુનાશક રસાયણોનો 1984 માં મિથાઈલ આઈસોસાયનેટ નામનો ગેસ લીક કર્યો હતો અને આ ગેસમાં ફોસજીન, ક્લોરોફોર્મ, હાઈડ્રોક્લોરિક એસિડ જેવા તત્વોના મિશ્રણને કારણે અત્યાર સુધીમાં 24 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. આજે પણ ભોપાલવાસીઓના શરીરમાં સ્લો પોઈઝનના રૂપમાં જંતુનાશક દ્રવ્યો હાજર છે.   
     
   #ફોસજીન : વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરે તેને માધ્યમ બનાવીને લાખો સૈનિકોની હત્યા કરી હતી.

           ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં રોહતક-હરિયાણામાં એલ્યુમિનિયમ ફોસ્ફાઈડની સમાન ઝેરી અસરોના 114 ઉદાહરણો, ઉત્તર પ્રદેશમાં 55 અને હિમાચલ પ્રદેશમાં 30 ઉદાહરણો મળ્યા છે.   
    
           ઉત્તર પ્રદેશમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ ઘઉંના લોટની પુરીઓ ખાવાથી લગભગ 150 લોકોના મોત થયા હતા, 

           જ્યારે કેરળમાં કાલિડોલ નામની જંતુનાશક દવા છાંટી ખાંડ અને ઘઉંના લોટના ઉપયોગને કારણે 106 લોકોના મોત થયા હતા.

         પહેલા તમે તમારા પરીવાર ને બચાવો આ જંતુનાશકો થી. તમારા પરિવાર ને બચાવવાની જવાબદારી તમારી છે. શુ તમે તમારા પરિવારને કેન્સર જેવા ભયંકર રોગોથી બચાવવા નથી ઈચ્છતા? જો હા તો કઈ રીતે બચી શકાય તેની જાગૃતિ સમગ્ર દેશમાં ઊભી થવી જોઈએ.

Five Techniques to prevent Your House From Getting Dusty so Fast

 Five Techniques to prevent Your House From Getting Dusty so Fast Maintaining equilibrium over the problem finally leads to less effort down...